સંજોગો પ્રમાણે જીવતા શીખી જવું પડે છે,બાકી જિંદગીમાં તો બધાને પોતાની રીતે જ જીવવી હોય છે..રાજલ જે કરે તે તેની જિંદગી છે એમ માની ને કોમલ ભૂલી ગઈ અને રાત્રે વાંચતી વાંચતી સૂઈ ગઈ. મોડે સુધી વાંચતી રહી એટલે સવારે ઊંઘ ઉડી નહિ.સૂતી રહેલી કોમલ પાસે રાજલ આવીને માથા પર હાથ ફેરવતા બોલી.કોમલ ઉઠી જા.....કોલેજ જવાનું મોડું થઈ રહ્યુ છે.!કોમલ જ્યારે આવી હતી ત્યારે એક બે દિવસ આવી રીતે રાજલ વ્હાલ કરતી ઉઠાડી રહી હતી પણ રાજ ના આવવાથી બન્ને વચ્ચે સવાર નો લાગણીસભર પ્રેમ વિસરાઈ ગયો હતો પણ આજે ફરી રાજલ નો આવો પ્રેમ જોઈને કોમલ તેને ગળે વળગી