ડીએનએ (ભાગ ૧૭)

(25)
  • 3.1k
  • 1
  • 1.5k

શ્રેયાએ શરૂ કરેલા અભિયાનને દસ મહિના જેટલો સમય વીતી ગયો. તેમણે મૈત્રીના હત્યારાને શોધવા માટે શરૂ કરેલી ડીએનએ સેમ્પલ એકઠા કરવાની મુહીમમાં શહેરના નાગરિકોનો સાથ સહકાર તેમની ધારણા કરતાં પણ સારો મળ્યો. શ્રેયા અને તેની ટીમની તનતોડ મહેનત રંગ લાવી હતી. તેમણે ઉભી કરેલી ડીએનએ બેંકમાં વીસ લાખ લોકોના ડીએનએ સેમ્પલ લઈ અભૂતપૂર્વ કલ્પના બહારનો ડેટાબેઝ એકઠો કરવામાં આવ્યો.શરૂઆતમાં શ્રેયાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પણ તેણે હિંમત હારી નહીં. જયારે તેણે મીડિયા સમક્ષ શહેરના નાગરિકોને અપીલ કરી કે અમે મૈત્રીના હત્યારાને પકડવા શહેરના તમામ લોકોના ડીએનએ સેમ્પલ લેવા માંગીએ છીએ અને તમે સ્વેચ્છાએ તમારું ડીએનએ સેમ્પલ આપો, ત્યારે મૈત્રીના