પ્રેમ ક્ષિતિજ - ભાગ -૫૪

(25)
  • 3.3k
  • 1
  • 1.3k

શ્યામાએ નયન જોડે માયાની વાતો ચાલુ કરી, એણે એવી રીતે માયાની વાતો નયનને કહી કે નયનનો માયા પ્રત્યેનો અભિગમ બદલાઈ ગયો, એના મનમાં માયાની એક અલગ છાપ ઊભી થવા માંડી, એને સાવ સામાન્ય લાગી રહેલી માયા તરફ માન થયું, એ જે રીતે અલગ અલગ એનજીઓ સાથે જોડાયેલી હતી અને સામાજિક પ્રવૃત્તિ અને લોકકલ્યાણ સાથે જોડાયેલી હતી એ બધી વાતોથી નયનને એના વ્યક્તિત્વ સાથે આકર્ષણ થઈ ગયું, એ હજી માયાને મળ્યો નહોતી છતાંય એને મળવાનું અને એનામાં થયેલા બદલાવને જોવાની એને ઈચ્છા થઈ ગઈ.આગાઉ મળેલી માયા અને હમણાંની માયા જાણે સાવ અલગ છે એમ એને લાગી રહ્યું હતું. વાત કરતા કરતાં