પ્રેમ ક્ષિતિજ - ભાગ -૫૨

(25)
  • 3.1k
  • 3
  • 1.4k

શ્યામાને ખ્યાલ આવી ગયો હતો કે માયા એટલી હદે નયનને ચાહતી હતી કે એ એને પામવા માટે એણે ખૂબ મહેનત પણ કરી હતી, નયનની બધી વાતોનું ધ્યાન રાખતી હતી, એમનો ઝગડો ક્યારે એના મનમાં પ્રેમ બનીને ઉભરી આવ્યો એની માયાને ખબર ન પડી, નયન એમનાં ઝઘડાને સાવ હળવો લઈને જતો રહેતો પરંતુ માયા એ ઝગડામાં એની સાથેની યાદો ભેગી કરતી હતી, એને ખબર હતી કે નયન થોડા દિવસમાં ન્યુઝીલેન્ડ પાછો જતો રહેવાનો હતો છતાંય એ ગમે તે બહાને એના સંપર્કમાં રહેતી હતી, શ્યામા અને શ્રેણિકના લગ્નની ચોરી હોય કે શ્યમાની વિદાય એ કોઈના કોઈ બાબતે એની જોડે વાત કરીને એને