ચોર અને ચકોરી - 34

(19)
  • 2.9k
  • 2
  • 1.5k

(ગયા અંકમા તમે વાંચ્યુ જેમ જેમ ઘર નજીક આવતું જતું હતું તેમ તેમ જીગ્નેશના હૃદયના ધબકારા બે કાબુ થઈને જોરશોરથી ધબકી રહ્યા હતા.) હવે આગળ વાંચો... ગામદેવીના મંદિર પાસે. જીગ્નેશ અને ચકોરી પહોંચ્યા. ગામદેવી માતાની મૂર્તિની સમક્ષ જીગ્નેશે મસ્ત નમાવ્યુ. અને પછી બંને હાથ જોડીને માતાને પ્રાર્થના કરતા મનમાં બોલ્યો. "અગિયાર વર્ષે મા હું ફરી એકવાર તારી સામે ઉભો છું. તારા સાનિધ્યમાંથી જ મને કેશવ કાકા ઉપાડીને લઈ ગયેલા એણે મને ચોર બનાવ્યો.પણ.એ તારી જ કૃપા હતી મારા ઉપર.કે હું ચોર બન્યો છતા. મારા સંસ્કાર હું ન ભૂલી શક્યો. અન્યાય અને જુલમનો સામનો કરવાની તે મને શક્તિ આપી. મા મને