ગીરના સુકા ભઠ્ઠ જંગલ ઉપર ધીમે ધીમે વાદળાની જમાત ભેગી થવા લાગી હતી. રાધી પાણીમાં ડૂબી પછી તેના શરીરમાં નબળાઈ વધારે દેખાતી હતી. હમણાંથી તે જંગલમાં માલ ચરાવવા પણ નહોતી આવતી. રાધીના આપા નનોભાઈ એકલો માલ લઈને આવતો હતો. તો ક્યારેક અમુઆતા પણ ભેળા આવતા હતા. કનો એકાદ દિવસ માલમાં નહોતો આવ્યો પછી પાછો કાયમ ગેલા સાથે માલ ચરાવવા પહોંચી જતો હતો. રાધી વગર કનાનું મન જંગલમાં લાગતું ન હતું. તે આખો દાડો સુનમુન રહ્યા કરતો હતો.તે એક જગ્યાએ બેસીને ભેંસોનું ધ્યાન રાખ્યા કરતો હતો. અને બીજા ગોવાળિયાની વાતો સાંભળ્યા કરતો હતો. બીજા ગોવાળિયાને એવું લાગતું હતું કે કનો પાણીમાં