જિંદગી કે રાસ્તે અજીબ હો ગયે,કોઈ આયે કોઈ જાએ સબ હે મુસાફિર,વિશાલ ના અગ્નિ સંસ્કાર આપીને વીણા ઘરે પહોંચે છે. તેની હાલત હજુ સભાન હતી નહિ. આંખો માંથી આશુઓ ની ધારા વહેતી હતી અને શરીર જાણે ભાગી ગયું હોય તેમ તેનું શરીર પણ કામ કરી રહ્યું ન હતું. જાણે કે તેણે દુનિયાની બધી ખુશી ગુમાવી બેઠી હોય તેમ ઉદાસ ચહેરો અને આંખોમાં આંસુઓ ની ધારાથી નર્વસ થઈને સોફા પર બેસી ગઈ તેની નજર દીવાલ પર લાગેલ એક ફોટા પર હતી તે ફોટો તેના અને વિશાલ ના લગ્ન થયા નો હતો. પોતાની સુવર્ણ પળો વાળો ફોટો પણ આજે વીણા ને સપના