માતા સિંહણ બની

  • 3.5k
  • 1
  • 1.3k

પ્રસ્તુત વાતૉ એક નારી કલ્પના ની ગાથા સમય છે તેનો કોઈ જીવિત કે મૃત વ્યકિત સાથે કોઈ જ સીધો સંબંધ નથી.... " માતા સિંહણ બની" સોરઠ ની ધરતી પર ગિરનાર ની ગોદ માં વસેલ જુનાગઢ ને જટાધારી ગિરનાર ની ઘેરી જટાઓ જેવો તાલાલા પંથક.હરિયાળી હિલ્લોળા લે ને પંખી ઓ મોજે કિલ્લોલ કરે.હિરણ ના ખળખળતા વહેણ ને જંગલ ના રાજા સિંહ ના ગીર કેસરી થી જાણીતો આ પંથક ખેડુતો ને પશુપાલકો માટે તો જીવાદોરી સમાન. માલધારી ઓ ને સિંહો નો સજોડે વસવાટ.તાલાળા પંથક નાનકડા ગામ માં એક ખેડુત રહે નામ એનું રામદાસ ,રામદાસ ની વહુ લીલા બંને સાથે મળીને ખેતી કરે