‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 3-4

  • 4.3k
  • 2.2k

3 બ્રહ્મા બ્રહ્મલોકમાં, વિષ્ણુ વૈંકુંઠમાં, શિવ કૈલાશ પર રહે છે. જીવતે જીવ મનુષ્ય ન બ્રહ્મલોક, ન વૈકુંઠ જઈ શકે. માત્ર કૈલાશ જઈ શકે. કૈલાશ જવું એટલે એક દેવ-કથામાં જવું...એક દેવ-પર્વત પર જવું.....કૈલાશ જવું એટલે આપણી આદિમ સ્મૃતિમાં જવું..... મહભારત-રામાયણ આપણાં પુરાતન ગ્રંથોમાં આનો ઉલ્લેખ છે. અર્જુને અહીં તપસ્યા કરીને ભગવાન શિવ પાસેથી પાશુપત અસ્ત્ર વરદાનમાં મેળવ્યું હતું. યુધિષ્ઠિર આ સ્વર્ગમાં સશરીર ગયા હતા. રાવણે અહીં જ શિવની આરાધના કરી હતી. પછી એની આસુરી શક્તિઓની જાણ થવાથી એની પાસેથી વરદાન પાછું લેવાનો ઉપક્રમ પાર્વતી-ગણેશે કરવો પડ્યો. ભસ્માસુરનો કાંડ અહીં જ થયો હતો. સ્પર્શીને ભસ્મ કરી દેવાનું વરદાન લઈ અસુર શિવ પર