ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. એક મોટું ટેબલ સજાવવામાં આવ્યું હતું. એના પર ઘરના લોકોને જમવાનું પીરસાયું હતું. જીતુભા, મોહિની, પૃથ્વી, સોનલ, સુરેન્દ્ર સિંહ, જીતુભાનીમાં, ખડકસિંહ, માં સાહેબ, પ્રદીપભાઈ અને હેમા બહેન જમવા બેઠા હતા. અલકમલકની વાતો ચાલતી હતી મુખ્યત્વે લગ્ન ક્યારે ગોઠવવા એની ચર્ચા હતી. છેવટે 30-મેંની તારીખ પર બધા સહમત થયા હતા. લગ્નની તૈયારીમાં દોઢ મહિનો તો લાગે એમ હતું. ખડક સિંહનો આગ્રહ હતો કે લગ્ન ફ્લોદી કરવા.પણ પ્રદીપભાઈ અને હેમા બહેનને થોડું અજુગતું લાગતું હતું. આમ તો એ લોકોનું ગામ માંડ 50-52 કિ મી દૂર હતું. છેવટે માં