સાંજે કાકાને ત્યાં જમવાને બદલે જયાબાના હાથની ભાખરીને શાક ખાઇને આરામથી ચંદ્રકાંત કાકાનેત્યાં જવા નિકળ્યા ચંદ્રકાંતને બરાબર ખબર હતી કે મહાભારતના આ યુધ્ધમા કેમ લડાઇ લડવાની છેકોની સાથે લડવાની છે .રાતના આઠ વાગી ગયેલા...કાકા કાકી રાહ જોતા બંગલાનાં વરંડામાં બહારહીંચકતા હતા...ચંદ્રકાંતને જોઇને કાકા ઉભા થઇ ગયા..."આવ મારા દિકરા....આવ..."ચંદ્રકાંતે બહારપડેલી ખાલી ખુરસીમાં જમાવતા પહેલા કાકાને નમીને પગે લાગ્યો ત્યારે કાકાએ છાતીએ વળગાડીબથ ભરી લીધી...કાકીને પગે લાગ્યો ત્યારે કાકીથી રહેવાયુ નહી..."હેં ચંદુભાઇ,તમે અટલા દિવસથીઆવી ગયા છો તો ખબર કાઢવાય ન અવાય???અમે જીવતા છીએ કે મરી ગયા છીએ ઇ જોવાતોઆવવુ જોઇએને...તમારી કાકી છું..."વરાળ પુરી નિકળી ગઇ...નાનોભાઇ આઇસક્રીમ ના બાઉલભરીને આવ્યો...હવે ચંદ્રકાંતનુ બેટીંગ શરુ