પહેલી નજરનો પ્રેમ

  • 3k
  • 1.3k

મહેન્દ્ર પટેલે એક નામચિહ્ન ફોટોગ્રાફર તરીકે શહેરમાં ખૂબ નામ કમાયું હતું. મહેન્દ્રભાઈનો પુત્ર જય અને અભિષેક બંને પાકા મિત્રો. અભિષેકને હમણાંથી ફોટોગ્રાફીનો કીડો જાગ્યો હતો અને તેને ફોરેન પણ જવાનું હતું. એટલે ત્યાં જઈને પોતાનો શોખ વધુ સારી રીતે પૂરો કરી શકે એ માટે જય અભિષેકને પોતાની ઘરે રોકાવા બોલાવે છે, જેથી તે થોડાક દિવસ મહેન્દ્રભાઈ સાથે રહીને ફોટોગ્રાફીનો અનુભવ મેળવી શકે. અભિષેકે પણ આમંત્રણ સ્વીકારી લીધું અને જયની ફેમિલી સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગયો. આમ તો તેનું વ્યક્તિત્વ બહુ જિંદાદિલ અને સ્વભાવે પણ બહુ વતોડિયો એટલે અજાણ્યા માણસો સાથે પણ તે ક્ષણભરમાં ભળી જાય. મહેન્દ્રભાઈ પણ ખૂબ રમુજી