ચિત્તભ્રમ : લિક્વિડ - 2

  • 3.8k
  • 2
  • 2k

પ્રકરણ ૨: “ભૂત” શાંતનુ એ વાત શરૂ કરી..! આજ થી ૪ વર્ષ પેહલા ની આ વાત, હંમેશ ની માફક કાળી ચૌદશ ના દિવસે શાંતનુ અને પ્રિયા અંબા માતા ના દર્શન કરીને અમદાવાદ તરફ પાછા આવી રહ્યા હતા. હમેશાં કાર માંથી આવતા પણ આ વખતે બંનેએ કાર ની જગ્યા એ બાઇક થી સફર કરવાનું પસંદ કરેલું. "બાઇક પર રોમેન્ટિક લોંગ ડ્રાઈવ ની મજા જ કાંઈક અલગ છે.. કેમ પ્રિયા?" શાંતનુ એ પૂછ્યું. પ્રિયા શાંતનુ ની પાછળ પોતાના બંને હાથ શાંતનુ ને છાતી સાથે વીંટાળીને લગોલગ બેઠી હતી. બંને જણા રોમેન્ટિક ગીતો ની અંતાક્ષરી રમતા રમતા અમદાવાદ તરફ પાછા આવવ