જે વિધ્યાર્થીઓ નકશાપોથી વગર વર્ગમાં બેઠા હોય તે ઉભા થશે અને અહીંયા આવીને પાંચ ઉઠકબેઠક કરશે......સમાજિક વિજ્ઞાનના શિક્ષકનો આદેશ છુટ્યો.....સામાજિક વિજ્ઞાનના શિક્ષક સ્પષ્ટપણે માનતા કે બોર્ડની પરીક્ષામાં નકશાપુર્તિના રોકડિયા ગુણથી એક પણ વિધ્યાર્થી બાકાત ના રહેવો જોઈએ....તેના માટે વિધ્યાર્થીઓ વર્ગમાં શિક્ષકની હાજરીમાં પ્રેકટીસ કરી શકે તે માટે વિધ્યાર્થીઓ નકશાપોથી સાથે વર્ગમાં હાજર રહે તેવી અપેક્ષા રાખતા......એકવાર ઉઠકબેઠક કરાવવાથી વિધ્યાર્થીઓ ફરીવાર ભુલ કરે નહીં તેવું તેઓ માનતા....... વર્ગમાં કોઈ વિધ્યાર્થીની તાકાત નથી કે એમના આદેશનો અનાદર કરે......પાંચ વિધ્યાર્થીઓ ઉભા થઈને આગળ આવ્યા......ત્રણ ઉઠબેઠક પુરી થઈ એટલામાં દિવ્યને ચક્કર આવતા નીચે પડ્યો.......સામાજિક વિજ્ઞાનના શિક્ષક રમણસર ક્ષણિક ગભરાઈ ગયા. વર્ગનો મોનિટર દોડતો આવ્યો....