ખોજાઈમાતા (ક્ષેમકલ્યાણીમાતા)

  • 2.5k
  • 2
  • 898

ખોજાઈમાતા (ક્ષેમકલ્યાણીમાતા)  સોજીત્રા નગર એ આણંદ જીલ્લાનું  મુખ્ય તાલુકા મથક છે.  જે બસ તેમજ રેલ્વે માર્ગે જોડાયેલું છે. અગાઉ ભાદરણ-નડીઆદ નેરોગેજ રેલ્વે લાઇન વાયા સોજીત્રા થઇ જતી હતી. હાલના સંજોગોમાં બંધ છે. પરંતુ તાજેતરમાં સરકારશ્રી દ્વારા તેનું બ્રોડગેજમાં રૂપાંતર કરી ફરી  શરૂ કરવાનો નીર્ણય લીધેલ છે એમ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. ગૂપ્તોના સમયમાં સોજીત્રા એક વિકસિત નગર હતું. અને તેના પુરાવા અહીના કલા, શ્થાપત્યો, પ્રાચીન મૂર્તિઓ આપે છે. ખોજાઈ માતાના મંદિરના સ્થાને થી મળી આવેલી  ઇ.સ. 560 ના લખાણ ધરાવતી મુર્તિ સોજીત્રામાં એ સમયે બૌધ્ધ ધર્મના દેવાલયો ની શાક્ષી પૂરે છે. જોકે ખોજાઈ માતાના મંદિરનુ બાંધકામ તો ઇ.સ. 944 માં થયું હતું અને તેનો જીર્ણોધ્ધાર ઇ.સ.1627 માં થયો હતો પરંતુ