જુગુપ્સા ..અણચાહી હકીકત - 1

(48)
  • 4.4k
  • 4
  • 2.5k

પ્રકરણ 1 ‘શ્રુતિ તું કેમ આમ ચુપચાપ મૂંગી બેસી રહી છું તને તો કેટલું બધું બોલવા જોઈએ છે? તારાં પાપા પણ તને ઘણીવાર કંટાળીને કહે શ્રુતિ બેટા બસ હવે થોડીવાર ચૂપ રહો તોય તું ચૂપ ના રહે તારાં મોઢેથી કંઈને કંઈ પ્રશ્ન નીકળે અથવા તું કોઈને કોઈ વાત કાઢે. પણ આજ સવારથી તું સાવ મૌન થઇ ગઈ છે શું થયું બેટા? પેલી સ્નેહા, પૂર્વી ક્યારનાં તને બોલાવવા આવી ગયાં તું એલોકોની સાથે પણ ના ગઈ? શું થયું છે બેટા કેહને? કોઈએ તને કંઈ કહ્યું છે? સ્નેહા કે પૂર્વી સાથે કંઈ થયું છે? “    શ્રુતિની મમ્મી મીરાંબહેન ક્યારનાં શ્રુતિને પૂછી