ડીએનએ (ભાગ ૧૨)

(18)
  • 2.8k
  • 1
  • 1.5k

રેશ્માએ શ્રેયાને માહિતી આપી કે અમે ગુજરાત વિદ્યાપીઠની આસપાસના સીસીટીવી કેમેરા ચેક કર્યા. એક સફેદ ટેમ્પો ગાડી કેમેરામાં દેખાય છે. પણ તેની નંબર પ્લેટ સ્પષ્ટ દેખાતી નથી. એ ગાડી જુદાજુદા ચાર કેમેરામાં કેદ થઈ હતી. પોલીસ ડોગ જ્યાં આવીને ઊભી થઈ ગઈ હતી એ રસ્તો આગળ મુખ્ય રસ્તાને મળતો હતો. એ રસ્તો જે રસ્તાને મળતો હતો તે રસ્તાને અડીને અન્ડર ગ્રાઉન્ડ પુલ હતો. ગાડી એ પુલના છેડે રહેલી એક દવાની દુકાનની બહાર લગાડેલા સીસીટીવી કેમેરામાં આશ્રમ રોડ તરફ જતી દેખાતી હતી. પણ આશ્રમ રોડ પાસેના મોટાભાગના બધા કેમેરામાં એ સમયની ફૂટેજમાં એ ગાડી દેખાતી ન હતી. એટલે પોલીસને ખાતરી થઈ