પ્રકરણ -૦૧ ગ્રીષ્મ ઋતુ તેની ચરણ :સીમાં પર હતી, સાંજ થવા આવી પણ વાતાવરણ માં ઠંડક નહિવત હતી. સુરજ પોતાનો દિવસ નો છેલ્લો પ્રકાશ પાથરી ને જવાની તૈયારી માં હતો. તેવા માં એક રીક્ષા આવી ને ઉભી રહી સંજય તેમાં બેસી ગયો. ગરમી અને થાક બંને તેના ચહેરા પર દેખાઈ આવતો હતો. સંજય કોમ્પ્યુટર એન્જીનીયર છે. અમદાવાદ માં એક પ્રાઇવેટ કંપની માં જોબ કરે છે. વટવા થી કૃષ્ણનગર કાયમ રીક્ષા માં જ જવાનું પસંદ કરે છે. આજે પણ તેના રોજીંદા ક્રમ પ્રમાણે તેને રીક્ષા માં બેસી મોબાઈલ ફોન કાઢી જુના ગીતો- હેન્ડ્સ ફ્રી માં સાંભળતો સાંભળતો પાછલી સીટ પર પડી