ડીએનએ (ભાગ ૧૧)

(17)
  • 3.4k
  • 1.8k

શ્રેયા ઇન્સ્પેકટર મનોજ સાથે જેલની કોટડી તરફ જઈ રહી હતી. શ્રેયાએ મનોજને પૂછ્યું, “શું નામ છે એનું?” મનોજે કહ્યું, “તારીક” મનોજ અને શ્રેયા બંને કોટડીમાં પ્રવેશ્યા. કોટડીમાં પીળો પ્રકાશ પાથરતો બલ્બ સળગી રહ્યો હતો. શ્રેયાની નજર કોટડીમાં બેઠેલા એક પચ્ચીસેક વર્ષના યુવાન પર પડી. યુવાન ગભરાયેલો હતો. યુવાને સાદા કપડાં પહેર્યા હતા. તેણે કાળા કલરનું જીન્સ અને આછી લીલાં રંગની ટીશર્ટ પહેરેલી હતી. કોટડીની ગરમી અને પોલીસે તેને પકડ્યો હતો તેના ડરથી તેના ચેહરા પર પરસેવો વળી રહ્યો હતો. તે વારેવારે પોતાના બાજુને ચેહરા પર ફેરવી પરસેવો લુછી લેતો હતો. શ્રેયા તેને ઘડીકવાર જોઈ રહી. શ્રેયાએ મનોજને પૂછ્યું, “ટ્રાન્સલેટર કેટલીવારમાં