વસુધા - વસુમાં - પ્રકરણ -49

(66)
  • 4.7k
  • 2.6k

વસુધા -વસુમાં પ્રકરણ -49   ગુણવંતભાઈ અફાટ રુદનને કેમ શાંત કરવું ભાનુબહેનતો રડી રડીને બેભાન થઇ ગયાં. નર્સ દોડી આવી અને ડોકટરે એમની ટ્રીટ્મેન્ટ શરૂ કરી... એમને ઈન્જેકશન આપ્યાં ઘણીવાર પછી તેઓ ભાનમાં આવ્યાં. થોડીવાર માટે બધાને ચિતા થઈ ગઈ. ગુણવંતભાઈ અને ભાનુબહેનને પુરુષોત્તમભાઈએ કહ્યું “તમે આમ ભાન ગુમાવશો અને આટલાં ઢીલાં થશો તો આ છોકરાઓને કોણ હિંમત આપશે ?” ભાનુબહેને કહ્યું “વેવાઈ એકનો એક જુવાનજોધ છોકરો આમ ઘડીકમાં છોડીને જાય... શું કરવું ? ખબર છે કેટલુંય રડીશ કેટલીયે છાતીઓ ફૂટીશ પણ એ પાછો નથી આવવાનો હે મહાદેવ હિંમત આપ. મારી વસુધાની કુખે એનું સંતાન આવવાનું છે અમને તાકાત આપ