આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 7

  • 3.4k
  • 1.8k

"મમ્મી હું જાઉં છું." સ્કૂલ શૂઝ પહેરતા પહેરતા હું બોલી." હજુ તો પોણા પાંચ જ થયા છે. કેટલું અંધારું છે! તારા પપ્પાને જગાડ મૂકી જાય." રોજ રોજના બળાત્કાર અને અપરણ ના સમાચાર સાંભળતી મમ્મી ચિંતાનાં સ્વરમાં બોલી." પપ્પા તો હજુ ઊંઘે છે મારે લેટ થાય છે હું જાઉં છું." હું ઉતાવળમાં હતી." તો હું આવું મુકવા. આજકાલ કેવું બધું બની રહ્યું છે તને ખબર તો છે." મમ્મી હજુ મને એકલી જવા દેવા તૈયાર નહોતી.હમણાંથી તો આ રોજનું જ હતું. અગિયારમું ધોરણ પૂરું થયું હતું અને બારમા ધોરણના ટ્યુશન ક્લાસીસ શરૂ થઈ ગયા હતા. મોટાભાગે ક્લાસીસ નો સમય સવારે પાંચ કે