તલાશ - 2 ભાગ 26

(48)
  • 3.8k
  • 2
  • 2.3k

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.  "સાહેબ હું કહું છું ને કે એ 2 લોકો હતા જાણે લોરેલ અને હાર્ડીની જોડી હોય એવા, એક મહાભારતના ભીમ જેવો જાડો અને એક સાવ પતલો." માંડ ભાનમાં આવેલી 2 યુવતીઓ માંથી એક સવારે 11 વાગ્યે હોસ્પિટલના બિછાને થી એના ઉપરીને કહી રહી હતી. એને હજી ચક્કર આવતા હતા એમને કંઈક સૂંઘાડવામા આવ્યું હતું જેનાથી એ લોકો બેહોશ થઇ ગયા હતા. સાંભળીને એકના કાન ચમક્યા એણે કાલે અનેક હોટલ ગેસ્ટ હાઉસ ચેક કર્યા હતા. એમાંથી ક્યાંક ભીમ જેવો દેખતો એક માણસ જોયો હતો પણ એને યાદ આવતું ન હતું. xxx