ડીએનએ (ભાગ ૧૦)

(18)
  • 3.2k
  • 1.6k

શ્રેયા ઝબકીને જાગી ગઈ. તેની દીકરી રુચિ તેને આવીને લપેટાઈ ગઈ હતી. તેણે આંખ ખોલીને જોયું. રુચિ ચાદર ઊંચી કરીને ક્યારે તેની સોડમાં આવીને સુઈ ગઈ તેની શ્રેયાને ખબર જ ન પડી. તેને બાથ ભરીને રુચીએ એક તસતસતું ચુંબન ગાલ પર કર્યું. શ્રેયાએ પણ તેને બાથમાં જકડી લીધી અને સામે બેચાર ઉપરાઉપરી પપ્પીઓ કરી.અચાનક શ્રેયાના નાકે સુગંધ પકડી. સવાર સવારમાં તેને રોજ આવી અલગ અલગ સુગંધ આવતી અને તરત એના હોઠ ફફડી ઉઠતા. આજે પણ તેના હોઠ ફફડી ઉઠ્યા, “બટાકાપૌંઆ.”રુચીએ કહ્યું, “હા. મમ્મા તમને તરત ખબર પડી જાય છે.”શ્રેયાએ રુચીને એક હળવું આલિંગન આપ્યું અને કહ્યું, “શેફ શ્રેયસના હાથની દરેક