આશિષ ના જીવન ની આશા..

  • 3.3k
  • 1
  • 1.2k

વર્ષ 2020 ના આકરા મે મહિનાના ધોમધખતા તાપ માં સ્પંદન હોસ્પિટલના ત્રીજા માળે covid-19 વોર્ડ માં ખીચોખીચ રાખેલા બેડ માં સૌથી ખૂણાના બેડ પર આશિષ તરફડિયા મારી રહ્યો હતો. ડોક્ટર ની મુલાકાત બાદ નર્સ સુચના મુજબ દરેક દર્દીઓને દવા, ઇન્જેક્શન કે બાટલો ચડાવી રહી હતી. બી.પી ડાયાબિટીસ ને ઓક્સિજન લેવલ માપીને નોંધ કરી રહી હતી.આશિષ ની હાલત આજે વધારે ગંભીર દેખાઈ રહી હતી .કોરોના એ તેના ફેફસાને ખાસ્સા ડેમેજ કયૉ હતા.નસૅ આશા એ જોયું તો તેની ચિંતા વધી ગઈ . આવું તો કેવી રીતે બને?એક કલાક પહેલા જ્યારે ઓકિસજન લેવલ નેવું -બાણુ ની આસપાસ બતાવતું હતું ને અત્યારે માત્ર સિત્તેર