ડીએનએ (ભાગ ૭)

(15)
  • 2.7k
  • 1.6k

ઈનોવા ગાડી ઉપર પીળી લાઈટ લગાડેલી હતી. ગાડીમાંથી ઉતારનાર યુવતીએ બ્લ્યુ કલરનું જીન્સ અને ઝીણાં વાદળી ટપકાંવાળો સફેદ શર્ટ પહેર્યો હતો. તેણે વાળમાં પોનીટેલ બનાવી હતી અને આંખો પર ફૂલ રીમના કાળા પોલરાઈઝ ચશ્માં પહેર્યા હતા. ચેહરો સાફ અને વારંવાર જોવો ગમે તેવો સુંદર હતો. તેને જોતા લાગતું હતું કે ચેહરા પર નાક અને હોઠ કોઈ શિલ્પકારે સમય લઈને મૂર્તિ પર બનાવ્યા હોય તેવા લાગતાં હતા. મોડેલ તરીકે બીજી મોડેલોને હરીફાઈ આપે તેવો તેનો ઘાટ હતો. શરીરનો ઉપરનો ભાગ કમર પર આવતા જ વળાંક લઈને નીચે જતા ફરી ઉપરના ભાગ જેવો જ ઘાટ પકડતો હતો. તેણે તેના હાથ પર બાંધેલી