નાનકડા નેહડામાં કોઈપણ વાતના સમાચાર વાયુવેગે ફેલાઈ જાય છે. જેના સમાચાર પૂછવા સાંજે માલ ઢોર દોઇને, દૂધને ડેરીએ પહોંચાડી પછી નેહડાવાસીઓ આવી જાય છે. આમાં મોટા ભાગે વડીલો સમાચાર પૂછવા આવે છે. જુવાનીયા ઘરે હાજર રહે છે. જેથી માલઢોરનું ધ્યાન રહે. કેમ કે રાતના સમયે ગમે ત્યારે સાવજ કે દીપડા જોકમાં ઘૂસી જતાં હોય છે. જ્યાં સુધી માલધારીની હાજરી હોય ત્યાં સુધી જનાવર આવવાની હિંમત કરતા નથી. રાધી ડૂબી ગઈ હતી અને કનાએ તેને બચાવી,અને કનો પણ માંડ માંડ ડૂબતાં બચ્યો, તે સમાચાર આખા નેહડામાં પહોંચી ગયા હતા. રાત્રે ગેલાના ફળિયામાં ખાટલા ઢળાઈ ગયા હતા. એક પછી એક વડીલ ભાભલા