આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 6

  • 3.2k
  • 2k

"સાસરિયામાં આટલું મોડું કરાતું હશે.?શું વિચારશે મમ્મી અને કાકી માં???એલાર્મ પણ મૂકવાનું ન સૂઝ્યું મને...."વિચારો નાં વાવાઝોડા સાથે હું ઝડપથી તૈયાર થઈ નીચે જવા લાગી..," સોરી, હું ઘણી લેઈટ થઈ છું, હવે એવું નહીં થાય." હું નાસ્તાની પ્લેટ લેતા બોલી." બેટા, સોરી શું કામ કહે છે? તું આરામથી ઊંઘી ને?? એ સારું છે તારી હેલ્થ માટે. વહેલાં જાગી ને શું કરવું છે તારે??? હું ને વનિતા છીએ ને બધું સંભાળવા. તું આ ઘરમાં આવી પછી આખું ઘર તું જ સંભાળતી હતી.. હવે અમને મોકો આપ તને સંભાળવાનો..." મમ્મી ની વાત સાંભળીને લાગ્યું કે હું કેટલી નસીબદાર છું.....આકાશ ઓફિસ જતો રહ્યો