ડીએનએ (ભાગ ૫)

(14)
  • 3.7k
  • 2.1k

બે ઘટનાઓ એક સાથે બની રહી હતી. ઇન્સ્પેક્ટર પરેશ પટેલની ટુકડી ગુજરાત વિદ્યાપીઠ સ્નાનાગાર જવા માટે રવાના થઈ ને મુકુંદભાઈ નિરામયભાઈને લઈને ઘર તરફ રવાના થયા. ઇન્સ્પેક્ટર પરેશ હજી પણ ઘટનાને સહજ લઈ રહ્યા હતા અને તેમને હતું કે હમણાં બંને ઘરે જઈને ફોન કરશે કે તેમની છોકરી ઘરે આવી ગઈ છે. પોલીસ ખાતામાં જોડાયાને તેમને ત્રણ વર્ષ થવા આવ્યા હતા. અને આ ત્રણ વર્ષ દરમિયાન મોટેભાગે એવું જ બનતું હતું કે ખોવાયેલ વ્યક્તિના ઘરના નાહક પરેશાન થતા હોય, એકાદ બે કલાકમાં જ ખોવાયેલ વ્યક્તિ ઘરે આવી જતી હતી. કોઈ કોઈ કેસમાં બે કે ત્રણ દિવસે આવી જાય. ઘરે નાનકડી