ભેદભરમ ભાગ-૨6 ખૂનીએ રચેલું ભેદભરમનું ચક્રવ્યૂહ પોલીસ સ્ટેશનમાંથી નાથુસિંહના ગયા બાદ ઇન્સ્પેક્ટર પરમારે હરમનને કહ્યું હતું. "હરમન, ધીરજભાઇ મહેતા અને મયંક ભરવાડના ખૂન કેસ ખૂબ પેચીદો બની ગયો છે. તે અત્યાર સુધી વિચારેલી તારી દરેક થીયરી સદંતર ખોટી સાબિત થઇ રહી છે. આ ખૂન કેસનો મુખ્ય આરોપી બિસ્કીટવાળો ફેરિયો તેમજ ધર્માનંદ સ્વામી અથવા ભુવન ભરવાડ લાગી રહ્યા હતાં એ બધાં જ અત્યારે તો સાવ નિર્દોષ સાબિત થઇ રહ્યા છે. નાથુસિંહ પણ જે રીતે પોતાનું હોમવર્ક કરીને આવ્યો હતો અને એની પાસે તક હોવા છતાં એ શહેર છોડીને ભાગ્યો ન હતો એ ઉપરથી તો એ પણ સાવ નિર્દોષ લાગે