ધ સ્કોર્પિયન - પ્રકરણ – 25

(79)
  • 6.4k
  • 4k

ધ સ્કોર્પીયન પ્રકરણ – 25   સિદ્ધાર્થ સોફીયાને જ્યાં એડમીટ કરી હતી એ કલીંગપોંગની સીટી હોસ્પીટલમાં એનાં તાલિમ પામેલાં સ્ટાફ સાથે ડ્યુટી પર હતો એની બધે નજર હતી. એ એનાં સ્ટાફ સાથે ચર્ચા કરી રહેલો અને તોશિક લામા અવારનવાર દેખા દઈ રહ્યો છે એનાં અંગે એલર્ટ કરી રહેલો... એ વાત કરતાં કરતાં ગ્રાઉન્ડફ્લોર પર આવેલી સોફીયાની રૂમ તરફ નજર કરી લેતો. હોસ્પીટલનાં કમ્પાઉન્ડમાં અંદર અને બહાર બધે સિદ્ધાર્થનાં સિપાઈઓ ગોઠવાયેલાં હતાં તોશિક બીજે દેખા દેતો હતો પણ હજી હોસ્પીટલની નજીક ફરક્યો સુધ્ધાં નહોતો. સિદ્ધાર્થ સૂચના આપીને સોફીયાનાં રૂમ તરફ આવી રહેલો ત્યાં દેવનો ફોન આવ્યો.      સિદ્ધાર્થે કહ્યું હાં બોલ