ભજન હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે

  • 2.5k
  • 1
  • 652

ભજન"હરિને ભજતાં હજુ કોઈની લાજ જતાં નથી જાણી રે"હરિને ભજતાં હજુ કોઈની લાજ જતાં નથી જાણી રે;જેની સુરતા શામળિયાની સાથ વદે વેદ વાણી રે... હરિને꠶ ટેકવહાલે ઉગાર્યો પ્રહ્‌લાદ, હિરણાકશ્યપ માર્યો રે;વિભીષણને આપ્યું રાજ, રાવણને સંહાર્યો રે... હરિને꠶ ૧વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે... હરિને꠶ ૨વહાલે મીરાં તે બાઈનાં ઝેર, હળાહળ પીધાં રે;પાંચાળીનાં પૂર્યાં ચીર, પાંડવ કામ કીધાં રે... હરિને꠶ ૩આવો હરિ ભજવાનો લહાવો, ભજન કોઈ કરશે રે;કર જોડી કહે પ્રેમળદાસ, ભક્તોનાં દુઃખ હરશે રે... હરિને꠶ ૪રચિત:કવિ પ્રેમળદાસભજન વિશે મંતવ્ય:ભાષા અને ભાવ બંને દૃષ્ટિએ આ મારાં પ્રિય ભજનોમાંનું એક છે. આનો ભાવ સીધેસીધો