આ જનમની પેલે પાર - ૪૩

(37)
  • 3.8k
  • 2
  • 1.7k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૪૩ પોતાના જવાબનો ઇંતજાર કરતા દિયાન અને હેવાલીને જોઇને મેવાન હસીને બોલ્યો:'શિનામી, આ પરીક્ષા બીજી હતી કે છેલ્લી એ તું કહીશ કે હું કહું?''આ છેલ્લી પરીક્ષા હતી. અને એની પાછળની આખી વાત મેવાન તારે જ કહેવી પડશે. કેમકે એ તારો નિર્ણય હતો. મારું એને સમર્થન હતું...' શિનામીએ સામું હસીને કહ્યું.હેવાલી અને દિયાન એકબીજા સામે જોઇને મનોમન મુસ્કુરાયા.'જુઓ, આ આપણી છેલ્લી મુલાકાત પણ છે. તમને તમારું લગ્નજીવન અને પ્રેમ મુબારક છે. હવે અમે તમને ફરી ક્યારેય મળવાના નથી. અમે તમારાથી દૂર અને એક બીજી જ દુનિયામાં જતા રહેવાના છે. તમારી આંખ સામે ક્યારેય આવીશું નહીં કે