"દ્રઢ સંકલ્પ ની અમુલ્ય ભેટ " આજે ગણેશ ચતુથીૅ ની તૈયારીઓ થઈ રહી હતી.સોસાયટી માં ગણેશ સ્થાપના કરવા યુવાનો થનગની રહ્યા હતા.બધે જ આનંદ ઉત્સાહ નો માહોલ હતો.ગણપતિજી ની સ્થાપના ધામધુમ થી કરવામાં આવી રોજ આરતી ને પ્રસાદ ને જમણવાર ને એકદમ ઉત્સવ નો માહોલ હતો.તમામ કાયૅ માં નિલેષ અને તેના બે ત્રણ મિત્રો આગળ પડતાં હતાં.નિલેષ એક શાંત અને સરળ અને સીધો સાદો વ્યકિત .એક સાંજે આરતી બાદ તેને એક વિચાર આવ્યો કે ગણપતિ બાપા આપણે આંગણે આવ્યા છે તો આપણે તેના ચરણે કંઈક સંકલ્પ કરવો જોઈએ તેને પોતાનો આ વિચાર મિત્રો પાસે રજુ કયૉ .બધાને તેનો વિચાર ગમ્યો