પિયર - ૧૦

(11)
  • 4.6k
  • 2
  • 2k

સપ્તપદીના સાત વચનો, આજથી માન્ય રાખું છું, નહી ઉલાંઘુ ઉંબર તારો, એવો સાથ માંગુ છું, રૂઠિશ તું તો મનાવિસ હું, એવો અવકાશ માંગુ છું, ઘર તારો સંસાર મારો, હું સ્વર્ગ બનાવવા માંગુ છું. હું સ્વર્ગ બનાવવા માંગુ છું. આજ વર્ષો બાદ અવનીને સુરજની એના પ્રત્યેની લાગણી જોઈને હૈયું ભરાઈ આવ્યું. સુરજ અવનીનો હાથ પકડીને એને રૂમમાં લઈ આવે છે. એની માટે લાવેલો પંજાબી ડ્રેસ એને પહેરીને જોવા કહે છે. અવની જ્યારે એ પહેરીને બહાર આવે છે, ત્યારે સુરજ એને એકીટશે, અપલક જોતો જ રહી જાય છે. એ આછા ગુલાબી રંગના સિમ્પલ અને સોબર ડ્રેસમાં આપણી અવની પણ એકદમ તાજા ખીલેલા