સ્વર્ગ - ૩

  • 2.8k
  • 1.1k

આખરે અમને મળી ગયું..!! અરિષ્ટાસુરની શક્તિઓ વિશે સાંભળ્યા પછી તો મને પણ ડર લાગી રહ્યો હતો. મને પણ શંકા થઈ ગઈ હતી કે અમે અર્ધાંગાસુરને બચાવી શકશું કે કેમ.?. કદાચ અર્ધાંગાસુરને બચાવ્યા પછી અમે જીવતા પાછા આવી શકશું કે કેમ.?. આવા અનેક પ્રશ્નો મને ઘેરી વળ્યાં. મારી હિંમત તૂટી રહી હતી. કદાચ ભગવાન પણ એ વાત સમજી ગયા હતા. એટલે મારી હિમ્મત વધારવા માટે મારા હાથ પોતાના હાથમાં લઈ અને મારી આંખોમાં જોઈને મને પ્રેમથી સમજાવતા બોલ્યા. " ચિંતા ન કર, દિપક. બધું બરાબર જ થવાનું છે અને હુ હંમેશા તારી સાથે જ છું, તુ હિંમત હાર્યા વિના બસ તારું