અંગત ડાયરી - જીવનનું ચકડોળ

  • 3.6k
  • 1
  • 1.2k

શીર્ષક : જીવનનું ચકડોળ ©લેખક : કમલેશ જોષીમેળો એટલે બાળકો, યુવાનો માટે જાણે પૃથ્વી પર ઉતરી આવેલું સ્વર્ગ. ઢીંગલા, ઢીંગલી, પે-પે વાગતા પિપૂડા, ફુગ્ગાવાળો ફેરિયો, ચોકોબાર-મેંગોડોલીનો સ્ટોલ, ભેળ, રગડા પેટીસની રેકડીઓ, ફજર ફાળકા, ટોરાટોરા, મોતનો કૂવો અને માઇકમાં થતી ખોવાઈ ગયા અને મળી ગયાની જાહેરાતો. બાળપણમાં અમે ફૅમિલી સાથે મેળામાં જતા. મમ્મી કે પપ્પાની આંગળી પકડી ચોતરફ ડોકી તાણી જોતા જોતા જવાની એટલી બધી મજા આવતી કે ન પૂછો વાત. યુવાનીમાં મિત્રો સાથે મેળામાં જતા ત્યારે મોટાં પચીસ-પચાસ કેબિનો વાળાં મેળામાં બેસવાની સાહસિક મજા સાવ અલગ જ હતી. નીચેથી ધીમે ધીમે અમારી કેબીન ઉપર જતી તેમ તેમ જાણે અમે અમીર