પાછળના ભાગમાં આપણે જોયું કે...પણ જેમ જેમ સ્કૂલમાં નવા નવા દોસ્તો બનવા લાગ્યા એમ સ્કૂલ જવાની મજા આવતી ગઈ. આસપાસમાં રહેતા બાળકોની સાથે મળી ચાલતા ચાલતા સ્કૂલ જવું, જે બાળકો રિક્ષામાં સ્કૂલ જતા હતા એમની રિક્ષાની પાછળ દોડવું, સ્કૂલમાં રિશેસનાં સમયે રોજ નવી નવી રમત રમવી, આંબલી, કોઠું, કાતરા જેવા તિખ્ખા મીઠા નાસ્તા કરવા, ઘણી બધી મજા આવતી. સ્કૂલના તે દિવસો ખરેખર ખુબજ સુંદર હતા.""હા હવે તમે બધા સાચેજ મારા ક્લાસના બાળકો છો, આમજ રોજ હસતા હસતા આવજો મારા ક્લાસમાં તમે બધા. સારું તો આજે બોલોતો બધાએ શું કરવું છે ક્લાસમાં? ભણવું છે કે રમવું છે?", વંદના બહેન ધીરે ધીરે