પ્રેમ ક્ષિતિજ - ભાગ -૫૦

(19)
  • 2.7k
  • 2
  • 1.4k

સવારના પ્હોરમાં બધા ફ્રેશમુડમાં ભેગા થયા, શ્યામા રસોડામાં હતી એ ત્યાંથી આવી એટલે શ્રેણિકની નજર એની તરફ અટકી ગઈ, એણે પહેરેલી મરૂન રંગની કુર્તી અને સફેદ દુપટ્ટો એટલો સરસ લાગી રહ્યો હતો કે શ્રેણિકનું મોઢું ખુલ્લું જ રહી ગયું, બધા બેઠ થતાં એટલે એણે અમાન્યા રાખીને પોતાની જાતને સંભાળી, છતાંય એની નજર તો બેશરમની માફક શ્યામા પર અટકી જ ગઈ, શ્યામા હતી એનાથી પણ રૂપાળી લાગી રહી હતી, એનો શ્યામવર્ણ એના ઘાટમાં એવો સમાઈ ગયો હતો કે તે એક મૂર્તિ જેવી નાજુક લાગી રહી એ થોડો સભાન થયો અને પ્રયાગ જોડે વાતે વળગ્યો ને શ્યામા પણ જોડે બેસી ગઈ, શ્યામાને