પ્રેમ ક્ષિતિજ - ભાગ -૪૮

(16)
  • 2.7k
  • 2
  • 1.3k

શ્યામા અને શ્રેણિકને અમરાપર આવ્યે બે દિવસ થઈ ગયા,બધાની મુલાકાત ચાલુ ને ચાલુ જ હતી, ગામમાંથી સગાવહાલા દીકરી જમાઈને મળવા આવ્યા જ જતાં હતા, એવામાં શ્રેણિકે શ્યામા જોડે ફરી લગ્ન કરવાની ઈચ્છા ક્યાંક કચડાઈ જતી લાગતી હતી, એણે શ્યામા જોડે આડકતરી રીતે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ જોડે કોઈને કોઈ આવી જ જતું હતું, આવવામાં એના દિલના અરમાનો અધૂરા રહી જતા હોય એમ લાગ્યું, પરંતુ શ્યામાએ એને વચન આપ્યું હતું માટે એને વિશ્વાસ હતો કે એ એની વાતને ટાળશે નહિ પણ શ્યામા પણ આ બધા જોડે એવી વ્યસ્ત થઈ ગઈ હતી કે શ્રેણિકને સમય આપવામાં નિષ્ફળ રહેતી હતી.પરંતુ આજે તો