પ્રેમ ક્ષિતિજ - ભાગ -૪૭

(17)
  • 3.6k
  • 3
  • 1.4k

શ્યામા દાદા જોડે ગઈ, સરલાકાકી શ્રેણિક જોડે વાતે વળગ્યા, ત્યાં તો મહેશ્વરીએ બૂમ પાડી, "એ હાલો..... મહેમાનને વાતું જ કરાવવાની છે કે કંઇક મહેમાનગતિ પણ કરાવવી સે?""આ માસી ભાણીયાની વાતો પતે એટલે પુગીએ..." મહેશભાઈએ સરલાને કટાક્ષમાં કહ્યું."અમારી વાતું તો નઈ પતે...હાલ્યો...શ્રેણિક દિકરા...ચાલ હાથપગ ધોઈ લ્યો.... ગરમાગરમ નાસ્તો તૈયાર જ છે!""હા ચાલો જીજુ....આ બાજુ સે ગેંડી....!"- ભાર્ગવે શ્રેણિકને રસ્તો બતાવ્યો."આજે તો જામો પડી જાહે....ગરમાગરમ ભજીયા અને વરસાદી મોસમ!"- કહેતાં મયુર રસોડા બાજુ ગયો."તું ક્યાં વયો આવ્યે સે....જા દાદાને અને શ્યામાને તેડી લાવ!"- રમીલાબેન રસોડે ઊભા રહીને મયૂરને કહ્યું."હા ભલે...આવ્યો ફટાફટ....!" મયુર દાદાના ઓરડા પાસે ગયો."એ હાલો દાદા....શ્યામા જોડે નાસ્તો કરશો ને?"-