પ્રેમ ક્ષિતિજ - ભાગ -૪૬

(21)
  • 2.9k
  • 3
  • 1.5k

વર્ષો બાદ બધાને એકસાથે જોઈને શ્યામા ખુશ થઈ ગઈ, શ્રેણિક શ્યામાને જોઈને ખુશ થઈ ગયો, શ્યામાના ચહેરાની આ રોનક એણે એની પહેલી મુલાકાતમાં જોઈ હતી, ન્યુઝીલેન્ડ જઈને શ્યામા ખુશ તો હતી પરંતુ એના કામની વ્યસ્તતામાં એ ક્યાંક તણાવમાં ડૂબી ગઈ હતી, એ શ્રેણિક જોડે વિકેન્ડમાં મળીને ફરવા પણ જતી, ઘરના સદસ્યો જોડે ભળી પણ જતી પરંતુ એક વહુ તરીકે એ મર્યાદિત હતી, એનું આમ નદીની માફક વહેવું ત્યાં રોકાઈ ગયું હતું, આજે આટલા દિવસો બાદ ફરી એ જાણે કુંવારી નદી બનીને ખળખળ વહેતી થઈ ગઈ. શ્યામાની ખુશીનો પાર ન રહ્યો, એ બધાને મળી, ઘણા વખતે આવ્યાની ખુશી એના સ્મિતમાં સ્પષ્ટ