પ્રેમ ક્ષિતિજ - ભાગ -૪૫

(24)
  • 3.1k
  • 1
  • 1.6k

શ્યામા અને શ્રેણિક ગાડી લઈને ઢાળ વાળી શેરીથી પસાર થયા, શ્યામાને એનું બચપણ એની નજર સમક્ષ તરી આવ્યું, જે ધૂળમાં એને લખોટી રમી હતી એ એની નજરની સામે હતી, એની સહેલીઓ જેને લગ્ન પછી છોડીને એ જતી રહી હતી એમને આ જગ્યાએ ફરી ભેગી કરીને યાદોને તાજા કરવાની એના મનમાં ગડમથલ ચાલવા માંડી, શ્રેણિક સાથે એ એના મનની વાત રજૂ કરતી ગઈ અને ગાડી ડેલી પાસે આવીને ઊભી રહી ગઈ.ઘર આગળ તો જાણે કોઈ વીઆઇપી આવ્યા હોય એમ માનવ મહેરામણ ઊમટી પડ્યો, બધાની નજર શ્યામા અને શ્રેણિક સામે ટકી રહી હતી, આટલા વર્ષે આવેલી શ્યામા ખુશ જણાઈ રહી હતી એ