જીવનનું સત્ય -રાકેશ ઠક્કર સરકારી ઓફિસમાં અનેક લોકો કામ અર્થે આવે છે. ઘણા ખુશ થઇને જાય છે તો ઘણાની પાસે પૂરતા દસ્તાવેજો ન હોવાથી કે ઇન્ટરનેટ અથવા વેબસાઇટ ચાલુ ન હોવાથી નિરાશ થઇને જવું પડતું હોય છે. આમ તો અલગ- અલગ કામથી લોકો આવતા હોવાથી એમના અજાણ્યા ચહેરા યાદ રહેતા નથી. પરંતુ એક વૃધ્ધા ઘણી વખત કોઇને કોઇ કામ લઇને આવતા હતા. એમની પાસે દર વખતે કોઇ અલગ વ્યક્તિનું કામ રહેતું હતું. અમે પૂછ્યું ત્યારે એમણે લોકસેવા કરતા હોવાનું જણાવ્યું હતું. સોસાયટીના કે સંબંધીઓના સરકારી કામો તે કરાવવા લાવતા હતા. અમે એમની ઉંમરને માન આપીને ઝડપથી કામ પતાવી આપવાનો આશય