દુનિયાદારી - રશિયા અને યુક્રેનનો પ્રાચિન ઇતિહાસ

  • 4k
  • 1.3k

હજારેક વર્ષો પહેલા પૂર્વ અને ઉત્તર યુરોપમાં સ્લાવ , બાલ્ટીક અને ફિનિક લોકો વસતા હતા . જેનો સંઘ " કિવિયાઈ-રુસ " તરીકે ઓળખાતો. આજનું યુક્રેન પણ તેનો જ ભાગ હતું. 10 મીં અને 11 મીં સદીમાં કિવિયાઈ-રુસનો આકાર વિસ્તૃત થયો. પરંતુ 13 મીં સદીની મધ્યમાં " બાઇજેટાઈન સામ્રાજ્ય "ના પતનના કારણે તેનો વેપાર નબળો પડતા અંતે કિવિયાઈ-રુસ પણ નબળું પડ્યું. 15 મીં સદીમાં તે ક્ષેત્રનો એક મોટો હિસ્સો લિથુઆનીયાની નૃજાતિય "ગ્રેન્ડ-ડચી"માં સામેલ કરાયો. 1569 માં ગ્રેન્ડ-ડચી, પોલેન્ડ અને લ્યુબિસ્કી સંઘ વગેરે " પોલીસ-લિથુઆનીયાઈ રાષ્ટ્રમંડળ" બનાવવા એકસાથે આવ્યા, જે તત્કાલીન યુરોપના સૌથી મોટા દેશો માંથી એક હતો. 18 મીં સદીમાં રશિયાની