મોજીસ્તાન (100)વ્હાલા વાચકમિત્રો,આજે ઉપરનું આ હેડિંગ લખતા મારા મનમાં આનંદની એક ઊર્મિ ઉઠી રહી છે.કોઈ સાધારણ લેખક 100 પ્રકરણની (દરેક પ્રકરણ 2000થી વધુ શબ્દોનું હો ) નવલકથા લખી શકે ખરો ? હા, ચોક્કસ લખી શકે જો એ લેખકને માતૃભારતી જેવું પ્લેટફોર્મ અને આપ સૌ જેવા વાચકો મળે તો ! ફરી આપ સૌનો આભાર માનીને મોજીસ્તાનની આ સફર આગળ ધપાવીએ !* નગીનદાસના ઘેર ઉઠેલુ તોફાન શાંત થયું હતું.હજી અમદાવાદથી મહેમાનો આવવાના હતા.નીનાએ ઘડિયાળમાં જોયું, સવારના નવ જ વાગ્યા હતા.હવે મોટું રસોડું તો કરવાનું નહોતું.મહેમાન તો માત્ર દસેક જણ જ આવી રહ્યા હતા એટલે એ લોકોને પોતાના ઘેર રાંધીને જમાડી શકાશે એમ