અંગત ડાયરી - વસવસામાંથી મુક્તિ મેળવો.

  • 3.4k
  • 1.1k

શીર્ષક : વસવસામાંથી મુક્તિ મેળવો.©લેખક : કમલેશ જોષીભવિષ્ય વિશેની આપણી કલ્પનાઓ કે ધારણાઓ મહદ અંશે નેગેટિવ હોય છે. એક મિત્ર હંમેશા ચિંતાતુર જ રહેતો. નવમું ભણતો ત્યારથી દસમા ધોરણમાં ફેલ થવાની કલ્પના એને ઘેરી વળી હતી. ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયો તો બારમા ધોરણનું દુઃખ એને ઘેરી વળ્યું. કોલેજ પણ એણે ડિસ્ટીંક્શન સાથે પાસ કરી તો નોકરી મળશે કે નહિ એ બાબતે એ રડતો હતો. આટઆટલા પોઝિટીવ અનુભવો થયા પછી પણ એ કરમાયેલો, મુરઝાયેલો, રોદણાં રોતો, બીજાની સહાનુભૂતિ અને દયાને પાત્ર બનતો રહેતો. એક મિત્રે કહ્યું: એ રોતલુંને સહાનુભૂતિ મેળવવાનું વ્યસન થઈ ગયું છે. વ્યસન? બીડી, તમાકુ, સિગારેટ, દારૂ, જુગાર