નેહડો ( The heart of Gir ) - 60

(38)
  • 4k
  • 5
  • 1.9k

કનાનું માથું રાધીની છાતી પર હતું. કનો હીબકાભરી રહ્યો હતો. કનાને તો એવું જ લાગ્યું કે રાધીનું પ્રાણ પંખેરું ઊડી ગયું. રાધી વગરની દુનિયાની કલ્પના માત્ર કનાને ધ્રુજાવી ગઈ.આમ અચાનક રાધી પોતાને દગો દઈ ચાલી જશે તેવું તો કને સ્વપ્ને પણ નહોતું વિચાર્યું.કનો આવા વિચાર કરતો અર્ધ બેભાન અવસ્થામાં પડ્યો હતો.અચાનક કનાના કાને રાધીના ધબકારાનો અવાજ આવ્યો હોય તેવું લાગ્યું. કનાએ રાધીની ડાબી છાતી પર કાન લગાવ્યો, તો રાધીનું હૃદય બેસતું જતું હોય તેમ ધીમે ધીમે ક્યારેક ક્યારેક ધબકતું હતું. કનાએ મનમાં મા ખોડલ અને દુવારિકાવાળાનું સ્મરણ કર્યું. કનાને અત્યારે તાત્કાલિક તેના ગેલા મામા યાદ આવ્યા, જેણે પેલા બાળ ગોવાળિયાના