અયુગ્મ સંખ્યાઓ એટલે એકી સંખ્યાઓ તેના ઉદાહરણો કોણ આપશે? ધોરણ-10ના વર્ગમાં ગણિતના શિક્ષકે ભણાવતા ભણાવતા વચ્ચે પ્રશ્ન પુછ્યો. છેલ્લી બેન્ચીસનો ખુણાનો વિધ્યાર્થી મારા પ્રશ્નનો જવાબ આપશે. ભણવામાં બેધ્યાન વિધ્યાર્થીને ટાંકીને ગણિતના શિક્ષકે પ્રશ્ન પુછતા જ છેલ્લી બેન્ચીસના ત્રણેય વિધ્યાર્થીઓ સાવધાનની પોઝીશનમાં આવી ગયા. છેલ્લા ઘણા સમયથી છેલ્લી બેન્ચીસનો ખુણાનો વિધ્યાર્થી કેતન ગુમસુમ બની બેસી રહેતો હતો એ ગણિતના શિક્ષકના ધ્યાનમાં હતું. કેતન જવાબ આપવામાં ભોંઠો પડ્યો. ગણિતના શિક્ષક સમજી ગયા કે બાળકને કોઈ તકલીફ છે. ચાલું પ્રિયડમાં તો કંઈ ના બોલ્યા પરંતુ વ્યાયામના પ્રિયડમાં મેદાનમાં વિધ્યાર્થીની વર્તણૂક જોવા ગણિતના શિક્ષક સુરેશસર મેદાનમાં પહોંચી ગયા. મેદાનમાં પણ કેતન એકલો એકલો એક