આથમતી સંધ્યા

  • 3.4k
  • 1.2k

શિયાળાની પરોઢમાં લોકો દરીયા કીનારાની મોજ માણી રહ્યાં હતાં. સૌ માનવ મહેરામણ પોતાની મસ્તીમાં ફૂલ ગુલાબી ઠંડીની મજા માણી રહ્યું હતું. કેટલાક યુગલો દરીયા કીનારે પોતાના પગ ભીના થાય એ રીતે બેસી રહ્યાં હતાં. બાળકો પોતાની મસ્તીમાં મસ્ત હતાં. ત્યાંજ એક બાળકે બૂમ પાડી કે પપ્પા, જલ્દી આવો. અહી કોઇક છે. બાળકની બુમ સાંભળીને બધા ત્યાં ગયાં અને જોયું તો ત્યાં એક લાશ હતી. ભીડમાંથી કોઈકે તરતજ પોલીસને ફોન કયોૅ. થોડીકજ ક્ષણોમાં ત્યાં પોલીસની ગાડી આવી ગઈ. ગાડીમાંથી પોલીસનો આખો કાફલો ઉતરી પડ્યો. લાશને કીનારા પર લાવવામાં આવી. અને તેની ઓળખ કરવા લાગી. તપાસ કરતાં એ લાશના ખીસ્સા માંથી એક