મોજીસ્તાન - 99

(31)
  • 3.8k
  • 1.5k

મોજીસ્તાન (99) નીના કોલેજમાં ભણતી હતી ત્યારે હંમેશા શંકાની દ્રષ્ટિએ જોતાં કુટુંબીઓ આજે એને ભાગી ગયેલી જાણીને છપ્પરપગી સાબિત કરવા પર તુલ્યા હતા. કદાચ આ વાતનો અંદાજ એને ગઈ રાતે આવી ગયો હતો. એટલે જ એ પાછી આવી હતી. સવારના પહોરમાં જ યુદ્ધના મેદાનમાં અભિમન્યુને ઘેરી વળેલા કૌરવોની જેમ એના પપ્પા પર ચારેકોરથી આક્રમણ કરતાં સગાઓને જોઈ નીનાના ગુસ્સાનો પાર રહ્યો નહિ.એકપણ વ્યક્તિ સહાનુભૂતિનો એક શબ્દ પણ કહેતો નહોતો. જેની દીકરી ભાગી ગઈ હોય એ વ્યક્તિને આશ્વાસન આપવું જોઈએ,સધિયારો આપવો જોઈએ અને કહેવું જોઈએ કે ભાઈ તું ચિંતા ન કરીશ, આવુ કંઈ તારા જ ઘરમાં બન્યું છે એવુ નથી. ઇતિહાસમાં